શિનોર: મોટા ફોફળીયા ગામ પાસે એક્ટિવા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું
Sinor, Vadodara | Jul 28, 2024 શિનોર ગામે રહેતા અને ડભોઇ ST ડેપોમાં RT મિકેનિક તરીકે ફરજ બજાવતા અલ્પેશકુમાર પંચોલી સાંજના સાડા સાત વાગ્યાના અરસામાં ડભોઇ થી એક્ટિવા ગાડી લઈને શિનોર ઘરે આવી રહ્યા હતાં.તે દરમિયાન મોટા ફોફળીયા ગામ પાસે પહોંચતા બાઈક સાથે અકસ્માત સર્જાયો હતો.જેમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું.જ્યારે બાઈક ચાલકને પણ ઈજાઓ પહોંચતા વડોદરા SSG હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જે સમગ્ર મામલે શિનોર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.