શિનોર: સુરાશામળ ગામે પરવર ના વેલા અને માંડવો અસામાજિક તત્વો દ્વારા કાપી નખાતા ખેડૂતોમાં ભારે રોષ વ્યાપી જવા પામ્યો છે.
Sinor, Vadodara | Jul 28, 2024 સુરાશામળ ગામે એક ખેડૂતે પોતાના દોઢ વીંઘાના ખેતરમાં આશરે બે લાખ રૂપિયા જેટલો ખર્ચ કરીને પરવરની ખેતી તૈયારી કરી હતી.અને હાલ પરવરનુ ઉત્પાદન થવાનું પણ શરૂ થવા પામ્યું હતું.તેવામાં કોઈ અસામાજિક તત્વો દ્વારા તૈયાર થયેલ પરવર ના વેળા કાપી મંડપ નીચે પાડી દેતાં ખેડૂતને મોટું નુકશાન થવા પામ્યું હતું.જે બનાવ સંદર્ભે ખેડૂત દ્વારા શિનોર પોલીસ સ્ટેશનમાં જાણ કરાઇ છે.