શિનોર: શિનોરમાંથી પસાર થતી નર્મદા નદીના જળસ્તરમાં વધારો થતાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું
Sinor, Vadodara | Jul 26, 2024 વડોદરા સહિત સમગ્ર રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે.વરસાદને પગલે અનેક વિસ્તારોમાં જળ બંબાકાર ની પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે.ત્યારે ઉપરવાસમાં પડી રહેલાં ભારે વરસાદને પગલે શિનોરમાંથી પસાર થતી નર્મદા નદીમાં સતત જળસ્તરમાં વધારો નોંધાઈ રહ્યો છે.જેના પરિણામે શિનોરમાં આવેલ ગોલવાડ ,છીપવાડ , બુશાફળિયા અને રામજી મંદિરના નર્મદા ઘાટ ના ઓવારા નર્મદા નદીના પ્રવાહમાં ગરકાવ થઈ જતાં સ્થાનિક તંત્ર એલર્ટ બન્યું છે.