શિનોર: દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું તૂટી જતાં ધારાસભ્ય અક્ષયભાઈ પટેલે એન્જિનિયરો સાથે સ્થળની મુલાકાત લીધી.
Sinor, Vadodara | Jul 25, 2024 ગતરોજ દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું પાણીના ધસમસતાં પ્રવાહમાં તૂટીને જમીનદોસ્ત થઈ જતાં નર્મદા મઢી ખાતે આવેલા આશ્રમો સાથેનો સંપર્ક તુટી ગયો હતો.જે અંગેની જાણ ધારાસભ્ય અક્ષયભાઈ પટેલને થતાં આજે બપોરે એન્જિનિયરો સાથે દિવેર ગામે પહોંચી સ્થળની મુલાકાત લીધી હતી.જેમાં એન્જિનિયરોને વહેલી તકે ડાઈવર્ઝન વારો રસ્તો કરવા તાકીદ કરી હતી.સાથે સાથે તૂટી ગયેલ નાળું મંજૂર થયેલ હોય ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ તાત્કાલિક નાળા ની કામગીરી શરૂ કરવા તાકીદ કરી હતી