શિનોર: દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું ધસમસતા પાણીના પ્રવાહમાં તૂટી જતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા
Sinor, Vadodara | Jul 25, 2024 દિવેર સહિતના ગામોમાં સવારથી જ મેઘરાજા તોફાની બેટિંગ કરી રહ્યા છે.જેના કારણે રોડ - રસ્તા અને નાળા પાણી પાણી થઈ ગયા છે.ત્યારે દિવેર અને નર્મદા મઢીને જોડતાં નાળામાંથી પણ ધસમસતા પાણી નો પ્રવાહ વહી રહ્યો છે.આ પાણીના પ્રવાહમાં દિવેર અને નર્મદા મઢીને જોડતું નાળું આજે એકાએક તૂટી જતાં નાળા પરથી લોકોની અવર જવર બંધ થઈ ગઈ હતી.જેના કારણે નર્મદા મઢી ખાતે આવેલા આશ્રમો સાથે સંપર્ક તુટી જવા પામ્યો છે.