છોટાઉદેપુર: છોટાઉદેપુર વોર્ડ-4 પેટાચૂંટણી: BSP ઉમેદવારે ફોર્મ પાછું ખેંચી ભાજપને આપ્યો ટેકો
છોટાઉદેપુર નગરપાલિકા વોર્ડ-4 પેટાચૂંટણીમાં મોટો વળાંક. BSP ઉમેદવાર રાજેન્દ્ર નાયકાએ ઉમેદવારી પત્રક પાછું ખેંચી ભાજપને ટેકો જાહેર કર્યો. રાજેન્દ્ર નાયકા પોતાના 20થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાયા. હવે ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે થશે સીધો જંગ.