શિનોર: દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના કાંઠે આવેલ બાલકૃષ્ણ બલરામ મંદિરમાંથી સ્પેક્ટીકલ કોબ્રા સાપનું રેસ્ક્યું કરાયું.
Sinor, Vadodara | Jul 30, 2024 દિવેર ગામ પાસેથી પસાર થતી નર્મદા નદીના કાંઠે આવેલ બાલકૃષ્ણ બલરામ મંદિરમાં મોડી રાત્રે આશરે 5 ફુટ લાંબો એક સ્પેક્ટીકલ કોબ્રા સાપ ઘૂસી જતાં અફરાતફરી મચી જવા પામી હતી.જે અંગેની જાણ વાઈલ્ડ લાઈફ રેસ્ક્યું ટ્રસ્ટ વડોદરાના કાર્યકર અશોકભાઈ પટેલને થતાં તેઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી મંદિરમાં ઘૂસી ગયેલ સ્પેક્ટીકલ કોબ્રા સાપને રેસ્ક્યું કરી તેને શિનોર વન વિભાગના નિર્દેશ અનુસાર સુરક્ષિત રીતે કુદરતી વાતાવરણમાં રિલીઝ કરવામાં આવ્યો હતો