ડભોઇ શહેરમાં ચોરી કરતી એક ટોળકી ફરી સક્રિય થઈ હોવાનું સામે આવ્યું છે. ડભોઇની અક્ષર કાઉન્ટી સોસાયટીમાં ચાર હથિયારધારી ચોરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. મળતી માહિતી મુજબ, ચોર ટોળકીએ સોસાયટીમાં આવેલા એક મકાનનું તાળું તોડી ચોરીને અંજામ આપ્યો હતો. ત્યારબાદ બીજા મકાનનું તાળું તોડવાનો પ્રયાસ કરતા સમયે મકાન માલિક જાગી જતા ચોરો ઘટનાસ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાની વિગતો સોસાયટીમાં લગાવવામાં આવેલા