બોટાદના ઓવર ફ્લો થયેલ ડેમોના આકાશી દ્રશ્યો સામે આવ્યા..
Botad City, Botad | Jul 6, 2025
બોટાદના ભીમડાદ ડેમ, સુખભાદર બે ડેમ, ઉતાવળી ગુંદા ડેમ, ખાંભળા ડેમ, લીંબાળી ડેમ સહિતના ડેમો ના સુંદર આકાશી દ્રશ્યો સામે આવ્યા.પંદર દિવસ પહેલા પડેલા વરસાદથી તમામ ડેમો ઓવર ફ્લો થયા હતા.જિલ્લામાં કુલ નવ ડેમો આવેલા છે જે જિલ્લાના તમામ તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોને સિંચાઈનું અને પીવાનું પાણી પૂરું પાડે છે.જ્યારે આ ઓવર ફ્લો થયેલ ડેમોના આકાશી દ્રશ્ય નયન રમ્ય જોવા મળ્યા છે.