મણિનગર: AMC તંત્ર દ્વારા ગોળ લીમડા ચાર રસ્તા પાસે જર્જરિત મકાન ઉતારવાની કામગીરી
આગામી રથયાત્રા પૂર્વે મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવ્યું છે. AMCની ટીમે રથયાત્રાના રૂટ પર આવતા અત્યંત ભયજનક મકાનોને ઉતારી લેવાની કામગીરી શરૂ કરી છે, જેમાં ગોળ લીમડા ચાર રસ્તા પાસેનું જર્જરિત મકાન તોડી પડાયું છે. તંત્ર દ્વારા અત્યાર સુધીમાં આવા ૯ થી ૧૦ મકાનો તોડી પાડવામાં આવ્યા છે, જ્યારે ૬૦૦થી વધુ મકાનોને નોટિસ ફટકારવામાં આવી છે.