રાજકોટ પૂર્વ: રાજકોટની ધો.6ની છાત્રા પર ઇન્સ્ટાગ્રામ ફ્રેન્ડનું દુષ્કર્મ, પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓની કરી ધરપકડ
શહેરમાં ધો.6માં અભ્યાસ કરતી માત્ર 13 વર્ષની કિશોરી ઉપર એક શખ્સે દુષ્કર્મ ગુજાર્યાની અને બીજા શખ્સે શારીરિક અડપલા કર્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ભક્તિનગર પોલીસે દુષ્કર્મ અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી હતી. ભોગ બનનાર કિશોરીની માતાએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગઈ તા. 28ના રોજ સાંજે તેની પુત્રી ઘરેથી ભાગ લેવા ગયા બાદ પરત આવી ન હતી. પરિવારજનોએ ઘણી શોધખોળ કરી હતી પરંતુ ક્યાયથી પત્તો મળ્યો નહી.