ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા વિરૂદ્ધ 75 લાખની લાંચ,ખંડણી માંગણી અંગે સાંસદ મનસુખ વસાવા દ્વારા જાહેરમાં સામે આવ્યા હતા. આ મામલે હજી સુધી તપાસ કરવામાં આવી નહિ હોવાના વાલિયા તાલુકાના સહકારી આગેવાન અને કોંગી નેતા સંદીપ માંગરોલાએ કર્યા છે.અને આ મામલે નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં સીટની રચનામાં આવે,એ.સી.બી.દ્વારા તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવે અને વિધાનસભા અધ્યક્ષ દ્વારા વિધાનસભા નીતિશાસ્ત્ર સમિતિ સમક્ષ રેફર કરવામાં આવે તેવી માંગ કરી છે.