અમદાવાદના ભવિષ્યને ડિઝાઇન અને ઈનોવેશનથી નવી દિશા આપવાના હેતુથી ‘અમદાવાદ ડિઝાઇન ચેલેન્જ 2026’નું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને એસોસિએશન ઑફ ડિઝાઇનર્સ ઑફ ઈન્ડિયા (ADI) અમદાવાદ ચેપ્ટરના સંયુક્ત ઉપક્રમે યોજાનારી આ સ્પર્ધામાં દેશ-વિદેશના ડિઝાઇનર્સ, આર્કિટેક્ટ્સ, ઈન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્ટિસ્ટ્સને ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓથી લઈને પ્રોફેશનલ્સ સુધીના સર્જકો માટે ખુલ્લી આ સ્પર્ધામાં ‘વર્લ્ડને વેલકમ’, ‘અમદાવાદીનેસની ઉજવણી’ અને ‘કમ્યુનિટી એક્સપિરિયન્સ ક્રિએટિંગ’ જેવી ત્રણ થીમ પર નવીન વિચારો રજૂ કરી શકાશે.
#HumDekhengeNews #AhmedabadDesignChallenge #AMC #DesignInnovation #AhmedabadNews #CreativeIndia