ભુજ: મુંદરાના દોઢ કરોડના શરાબના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો
Bhuj, Kutch | Apr 5, 2026 મુંદરાના દોઢ કરોડના શરાબના ગુનામાં સંડોવાયેલ આરોપી ઝડપાયો મુંદરામાં ગત સપ્ટેમ્બરમાં બે કન્ટેનર ભરેલો દોઢ કરોડથી વધુની કિંમતનો દારૂ પકડાયો હતો. આ કેસમાં નાસતા ફરતા આરોપી રઘુવીરસિંહ ઉર્ફે રઘુભા જાડેજાને એલસીબીએ સુખપર ટીંબાની વાડીમાંથી ઝડપી પાડ્યો છે. આરોપીની સંડોવણી ખુલતા તેને પકડીને આગળની કાર્યવાહી માટે મુંદરા પોલીસને સોંપવામાં આવ્યો છે.