ગોધરા: ગોધરા શહેરના સાતપુલ વિસ્તારના રહેણાંક મકાનમાંથી ૧૨૫ કિલો શંકાસ્પદ માંસ ઝડપાયું
ગોધરાના સાતપુલ વિસ્તારમાં આવેલી ઉર્દૂ સ્કૂલ નજીક ચોકી નં. ૭ પાસે ૧૨ જુલાઈના રોજ વહેલી સવારે બી ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ રેડ દરમિયાન એક રહેણાંક મકાનમાંથી વેચાણ અર્થે રાખેલો અંદાજે ₹૨૫,૦૦૦ ની કિંમતનો ૧૨૫ કિલો શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો.પોલીસે સ્થળ પરથી મેહફુઝા પઠાણ નામની મહિલાને રંગેહાથ પકડી પાડી હતી, જ્યારે અન્ય ત્રણ સંડોવાયેલા શખ્સો ફરાર થઈ ગયા હતા. પોલીસે માંસના જથ્થા ઉપરાંત મોબાઈલ ફોન, વજન કાંટો અને છરી સહિત કુલ ₹૩૦