પીસીબીની ટીમે નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી દારૂ-બિયરનો જથ્થો ઝડપી પાડ્યો. કઠવાડા નજીક આવેલા ટેબલી ગામમાં મકાનમાંથી વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપી પાડ્યો. માતા અને પુત્રએ ભેગા મળી ગામના બંધ મકાનમાં વિદેશી દારૂનો જથ્થો લાવીને મૂકી રાખ્યો હતો અને અલગ અલગ વ્યક્તિઓને આપવાનો હતો.