અંકલેશ્વર વીજ કંપનીની બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં પુનઃ એકવાર તસ્કરોએ ત્રાટકયા હતા.અંકલેશ્વર વીજ કંપનીની બાજુમાં આવેલ અમરદીપ સોસાયટીમાં રહેતા મકાન માલિક દ્વારકા ખાતે ગયા હતા.તે દરમિયાન બાઈક પર આવેલ બે તસ્કરો ત્રાટકયા હતા.જો કે મકાન માલિક પોતાના મોબાઈલમાં રહેલ સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતા તેઓએ અજુગતુ લાગતા તેઓએ પાડોશીને જાણ કરતા પાડોશી દરવાજો ખોલી બહાર આવતા તસ્કરો ઉભી પૂછડીએ ભાગી છૂટ્યા હતા.