તારાપુર: ઇન્દ્રણજ ડ્યુરાવીટ કંપનીમાં 230 જેટલા કર્મચારીઓ હડતાળ પર, પગાર વધારો અને બેઝિક સેલરીનો મુદ્દો બન્યો વિવાદનું કેન્દ્ર
Tarapur, Anand | Jul 8, 2026 તારાપુરના ઇન્દ્રણજ સ્થિત ડ્યુરાવીટ કંપનીમાં છેલ્લા બે દિવસથી કુલ 230 જેટલા કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. જેમાં 99 કાયમી કર્મચારીઓ અને 131 જેટલા કોન્ટ્રાક્ટ પગારધારક કર્મચારીઓનો સમાવેશ થાય છે. કર્મચારીઓનું કહેવું છે કે કંપની દ્વારા માત્ર 3% જેટલું ઇન્ક્રિમેન્ટ આપવામાં આવી રહ્યું છે, જે હાલની મોંઘવારીને ધ્યાનમાં લેતા પૂરતું નથી. તેથી યોગ્ય પગાર વધારાની માંગ સાથે તેઓ હડતાળ પર ઉતર્યા છે.