કાલોલ: વેજલપુરમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ માટે વટ સાવિત્રી વ્રત પૂજનનું ભવ્ય આયોજન કમલભાઈ મહેતા દ્વારા કરવામાં આવ્યુ.
કાલોલ તાલુકાના વેજલપુર મુકામે વટ સાવિત્રી વ્રત નિમિત્તે સમૂહ પૂજનનું સુંદર આયોજન કરવામાં આવ્યુ હતું આ વ્રતમાં વડના વૃક્ષનું વિશેષ મહત્વ હોવાથી, મહિલાઓ દ્વારા વડ દાદાની પૂજા-અર્ચના કરીને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર વ્રત પાછળ સતી સાવિત્રી અને સત્યવાનની અમર પૌરાણિક કથા જોડાયેલી છે. જેમાં પતિવ્રતા નારી સાવિત્રીએ પોતાના દૃઢ સંકલ્પ અને ભક્તિના બળે યમરાજ પાસેથી પણ પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા. કથા અનુસાર, સાવિત્રીએ વડના વ