વલસાડ સીટી પોલીસે કારના ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો,દારૂ અને કાર મળી કુલ ₹૨.૫૪ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત.
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે બુટલેગરો દ્વારા દારૂની હેરાફેરી કરવા માટે અવનવા કીમિયા અપનાવવામાં આવતા હોય છે, પરંતુ વલસાડ સીટી પોલીસે બુટલેગરોના આવા જ એક સ્માર્ટ કીમિયા પર પાણી ફેરવી દીધું છે..જેમાં કારની અંદર બનાવેલા ગુપ્ત ચોરખાનામાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે..વલસાડ સીટી પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે એક કારમાં ગેરકાયદેસર દારૂની હેરાફેરી થઈ રહી છે. જેના આધારે પોલીસે ધરમપુર ચોકડી પાસે કડક નાકાબંધી ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી વાળી શંકાસ્પદ કાર નંબર: GJ-19-BA-9102 ત્યાં આવી પહોંચતા પોલીસે તેને અટકાવી હતી..પોલીસે જ્યારે કારની પ્રાથમિક તપાસ કરી ત્યારે કંઈ શંકાસ્પદ જણાયું ન હતું, પરંતુ ઊંડાણપૂર્વક તપાસ કરતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. બુટલેગરે પોલીસને થાપ આપવા માટે કારની ડિકીમાં �
Valsad, Valsad | Jul 9, 2026