ગાંધીનગર: સુરત ગ્રામ્યના સામૂહિક દુષ્કર્મ બનાવમાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા હર્ષ સંઘવીએ આપી પ્રતિક્રિયા
સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સામૂહિક દુષ્કર્મ બનાવમાં આરોપીઓને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની થયેલી સજા સંદર્ભે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની પ્રતિક્રિયા આ કેસમાં તપાસ અને સાબિતીઓ માટે, ફક્ત 15 દિવસમાં 3000 પાનાંની ચાર્જશીટ ફાઈલ કરવામાં આવી હતી. 50 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની મહેનતથી આ કેસની તટસ્થ તપાસ હાથ ધરવામાં આવી. ચાર્જશીટમાં 60 સાક્ષીઓનાં નિવેદનો અને મેડિકલ, વૈજ્ઞાનિક, મોબાઇલ ડેટા તેમજ સ્પેક્ટ્રોગ્રાફિક પુરાવાઓનો સમાવેશ.