ગાંધીનગર: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની ઉપસ્થિતિમાં ગુજરાતના વાયુસેના સંઘ દ્વારા વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન
ગુજરાતની વાયુસેના સંઘ શાખા દ્વારા ગાંધીનગર સ્થિત સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડના મુખ્ય મથક ખાતે નીલામ્બર ઑડિટોરિયમમાં રાષ્ટ્રીય સુરક્ષાના બહુવિધ વ્યૂહાત્મક પાસાઓ પર આંતરદૃષ્ટિ પૂરી પાડતી કરતી આઠમા ફ્લાઇંગ ઓફિસર નિર્મલ જીત સિંહ સેખોં પરમ વીર ચક્ર વાર્ષિક સ્મૃતિ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતના માનનીય ગૃહમંત્રી હર્ષ સંઘવી આ વ્યાખ્યાનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.