ગાંધીનગર: કલોલ: લઘુશંકા કરવા ગયેલો યુવક કૂવામાં ખાબક્યો, 24 કલાક બાદ થયો રેસ્ક્યૂ
ગાંધીનગરના કલોલમાં કલ્યાણપુરા-માણસા રોડ પર લઘુશંકા કરવા ગયેલો યુવક કૂવામાં પડ્યો. આશરે 24 કલાક બાદ અવાજ સંભળાતા સ્થાનિકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર ટીમે યુવકને સુરક્ષિત બહાર કાઢી સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો છે.