અમદાવાદ શહેર: Amc ના અધિકારીઓ પીએમની અપીલને ઘોળીને પી ગયા
આજે બુધવારે સવારે ૧૦ વાગ્યાની આસપાસ Amc ના અધિકારીઓ ખારીકટ કેનાલ ખાતે પોતાની સિંગલ કારમાં પહોંચ્યા હતા.જેમાં અધિકારીઓને કાર પુલિંગમાં આવવા સૂચના અપાઈ છતા અધિકારીઓને પતાની સરકારી સિંગલ કારમાં આવવાના અભરખા થઈ રહ્યા છે.અધિકારીઓ પીએમની જ અપીલ ઘોળીને પી ગયા છે.મેયર કામગીરીનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હોય તે સમયે સરકારી પેટ્રોલ ડીઝલ વાળી સિંગલ કારમાં અધિકારીઓ આવેલા નજરે પડ્યા હતા.