માંડવી તાલુકામાં નર્મદા કેનાલના અનિયમિત પાણી વિતરણને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. પિયાવા, કોડાય, મસ્કા, બાગ, નાગલપુર અને પીપરીના આશરે 400 ખેડૂતો 320 કેનાલ ગેટ પર એકત્ર થયા. ખેડૂતોનો આક્ષેપ છે કે રાત્રે કોઈ જાણ કર્યા વગર ગેટ ઓપરેટરે કેનાલનું પાણી અચાનક બંધ કરી દીધું હતું. પાણી બંધ થતાં 25થી વધુ ખેડૂતોની મોટરો બળી જતાં મોટું આર્થિક નુકસાન થયાનો દાવો કરવામાં આવ્યો છે. ખેડૂતોએ દરેક ગેટ પર 1થી 1.5 મીટર પાણીની ભરતી કરીને નિયમિત રીતે પાણી આગળ છોડવાની માંગ કરી છે. કેનાલ નિગમ, અધિકારીઓ અને રાજકીય આગેવાનો તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવે તેવી ખેડૂતોની માંગ છે.
#Mandvi #NarmadaCanal #FarmersProtest #IrrigationIssue #GujaratFarmers #HumDekhengeNews