જેસર: જેસર તાલુકાના કોટામોઈ ગામે ચેકડેમની હાલત ગંભીર, ખેડૂતોમાં રોષ
જેસર તાલુકાના કોટામોઈ ગામે ચેકડેમની હાલત ગંભીર, ખેડૂતોમાં રોષ કોટામોઈ ગામે આવેલ ચેકડેમની હાલત અત્યંત ગંભીર બનતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ચેકડેમના કેટલાક ભાગોમાં નુકસાન અને જર્જરિત સ્થિતિ સર્જાતા વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થવાની શક્યતા ઘટી ગઈ છે. જેના કારણે આગામી ખેતી સિઝનમાં પાણીની અછત સર્જાય તેવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.