ખંભાત: મામલતદાર કચેરી ખાતે કલેકટરના અધ્યક્ષ સ્થાને જમીન તકરારીનાં 99 જેટલા કેસોની સુનાવણી યોજાઈ.
Khambhat, Anand | Oct 14, 2025 ખંભાતની મામલતદાર કચેરી ખાતે જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરીના અઘ્યક્ષ સ્થાને જમીન તકરારી કેસોની સુનાવણી કરાઇ હતી.જેમાં કલેકટરે તાલુકા મથકે જમીન તકરારીના 99 જેટલાં કેસોની સુનાવણી યોજી હતી.જે દરમિયાન મામલતદાર કચેરી ખાતે અરજદારોની ભારે ભીડ જોવા મળી હતી.ક્લેક્ટર, પ્રાંત અધિકારી કુંજલ શાહ અને મામલતદાર દ્વારા અરજદારોને સાંભળી કેસોના નિકાલનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.