ભુજ: એક વર્ષથી નાસતા સજા પામેલા આરોપીને ભુજ બી-ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો
Bhuj, Kutch | Jul 12, 2026 ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે કોર્ટના સજા વોરંટના આધારે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા 24 વર્ષીય જામ સંજયભાઈ મસાભાઈ ભરવાડને ઝડપી પાડી જેલ હવાલે કર્યો છે. એન.આઈ. એક્ટની કલમ 138 હેઠળ સજા પામેલા આરોપીને નાઇટ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો હતો