ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલની ઉપસ્થિતિમાં આત્મનિર્ભર ભારત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ
ભારતીય જનતા પાર્ટી દ્વારા આત્મનિર્ભરતા અને સ્વદેશીને પ્રોત્સાહન આપવા માટે નવું 'આત્મનિર્ભર સંકલ્પ ભારત અભિયાન' શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનની જાહેરાત કરતા ગુજરાત ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને મહામંત્રી રજની પટેલે મીડિયાને સંબોધન કર્યું. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ (7 ડિસેમ્બર) સુધીમાં સમગ્ર દેશમાં આ અભિયાન ચલાવવાની યોજના છે, જેમાં 'હર ઘર સ્વદેશી' અભિયાન પણ સામેલ છે.