ડેડીયાપાડા: નર્મદા: 5 લાખથી વધુના દારૂના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
નર્મદા એલ.સી.બી પોલીસે ડેડીયાપાડા વિસ્તારમાં માચ ચોકડી નજીકથી 1,488 વિદેશી દારૂની બોટલ સાથે એક આરોપીને ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 5,08,536નો મુદ્દામાલ કબજે કરી ત્રણ ઈસમો વિરુદ્ધ ડેડીયાપાડા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.