કાલોલ: મહેલોલ ગામમાં તસ્કરોનો આતંક, ઘર અને સંસ્થાઓ સહિત 5 જગ્યાએ તાળાં તૂટ્યા; રૂ. 1.96 લાખની ઘરફોડ ચોરી
વેજલપુર પોલીસ સ્ટેશન હેઠળ આવતા મહેલોલ ગામમાં શનિવાર અને રવિવારની મધ્યરાત્રિએ અજાણ્યા તસ્કરોએ ભારે આતંક મચાવ્યો છે. ચોર ટોળકીએ ગામમાં એક સામટી ૫ જગ્યાઓને નિશાન બનાવી કુલ રૂપિયા ૧,૯૬,૬૦૦/- ના મત્તાની ઘરફોડ ચોરી કરી પલાયન થઈ જતાં પંથકમાં ચકચાર મચી ગઈ છે. આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ની કલમ ૩૩૧(૪) અને ૩૦૫ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.