ગોધરા: ગોધરાની ઇકબાલ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ, 1130 વિદ્યાર્થીઓએ મતદાન કરી મેળવ્યો લોકશાહીનો જીવંત અનુભવ
ગોધરાની ઇકબાલ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણી યોજાઈ, 1130 વિદ્યાર્થીઓએ મતદાન કરી મેળવ્યો લોકશાહીનો જીવંત અનુભવ,આજનું બાળક આવતીકાલનો જવાબદાર નાગરિક બને અને નાનપણથી જ લોકશાહીના મૂલ્યો તેમજ મતાધિકારના મહત્વને સમજે તેવા હેતુથી ગોધરાની ઇકબાલ પ્રાથમિક શાળામાં શાળા પંચાયતની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કુલ ૧,૧૩૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મતદાન કરી લોકશાહીનો જીવંત અનુભવ મેળવ્યો.