જેતપુર પાવી: મુવાડા ગામે રૂ.12.50 કરોડના માર્ગ વિકાસકાર્યનું ખાતમુહૂર્ત
મુવાડા ગામે મેઈન રોડથી વિરપુર પ્રાથમિક શાળાને જોડતા માર્ગનું રૂ.12.50 કરોડના ખર્ચે નિર્માણ થશે. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ રોડથી સ્થાનિકો અને વિદ્યાર્થીઓને અવરજવરમાં સરળતા રહેશે.