ભચાઉ: રામનવમી તહેવાર બાબતે કસ્ટમ ચાર રસ્તાથી વિવિધ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ
Bhachau, Kutch | Mar 25, 2026 રામ નવમી પર્વને લઈ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુથી ભચાઉ DySp સાગર સાબડાના માર્ગદર્શન હેઠળ ભચાઉ શહેરમાં કસ્ટમ ચાર રસ્તા ખાતેથી આજે બુધવારે ભચાઉ શહેરમાં વિવિધ વિસ્તારોમાં ભચાઉ પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યો હતો. ફૂટ પેટ્રોલિંગમાં ડીવાયએસપી સાગર સાબડા, ભચાઉ પોલીસ સ્ટેશનના પીઆઈ ડી ડી ઝાલા સહિત અનેક પોલીસ જવાનો ફૂટ પેટ્રોલિંગમાં જોડાયા હતા.