સોજીત્રા: મલાતજમાં સંત કવિ છોટમની 214મી જન્મજયંતિ ઉજવણી કરાઈ, સાહિત્ય ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન
Sojitra, Anand | Mar 31, 2026 મલાતજમાં સંત કવિ છોટમની 214મી જન્મજયંતિ ઉજવણી કરાઈ હતી.400 પદો, 35 જ્ઞાનકાવ્યો, 20 આખ્યાનો 41 જેટલા ગ્રંથો રચી ગુજરાતી સાહિત્યમાં નોંધપાત્ર પ્રદાન કર્યું હતું.સોજિત્રાના મલાતજ ગામે સાઠોદરા નાગર જ્ઞાતિના કાળિદાસ સુખરામ ત્રવાડીએ પહેલવહેલું ગામ વાસાવ્યું હતું સંવત 1812ના ચૈત્ર સુદ 12ના દિવસે છોટાલાલનો જન્મ થયો હતો. વિધવા માતા, ત્રણ ભાઈ અને એક બહેનના ભરણપોષણ માટે તેમણે તલાટીની નોકરી સ્વીકારી હતી.