ગોધરા: ગોધરા તાલુકાના ઇચ્છા પગીના મુવાડા ગામે રહેતી યુવતી ઘરે જાણ કર્યા વિના ક્યાંક ચાલી જઈને ગુમ થતા જાણવાજોગ નોંધાવા પામી છે
ગોધરા તાલુકાના ઇચ્છા પગીના મુવાડા ગામની 18 વર્ષીય યુવતી 22 માર્ચે ઘરે કોઈ જાણ કર્યા વિના ગુમ થઈ ગઈ છે. પરિવારજનોએ ઘણી શોધખોળ કર્યા છતાં યુવતીનો કોઈ પત્તો લાગ્યો નથી. આ અંગે 40 વર્ષીય પરિણીતાએ કાંકણપુર પોલીસમથકે જાણવાજોગ નોંધાવી છે. પોલીસે ગુમ થયેલી યુવતી અંગે નોંધ લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને શોધખોળ શરૂ કરી છે.