પોરબંદર: પોરબંદર હુમલા કેસ: પોલીસે 5 આરોપીઓને ઝડપી લીધા, 3 કિશોર પણ સામેલ
પોરબંદરના જયુબેલી વિસ્તારમાં સામું જોવા બાબતે થયેલી બોલાચાલીનું મનદુઃખ રાખી ત્રણ વ્યક્તિ પર હુમલો થયો હતો. આ કેસમાં ઉદ્યોગનગર પોલીસે પાંચ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં ત્રણ આરોપીઓ કિશોર વયના છે.