અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નાગરિકો માટે લગ્ન નોંધણીની પ્રક્રિયા હવે વધુ સરળ અને પારદર્શક બનાવવામાં આવી છે.૧ ઓગસ્ટ, ૨૦૨૬થી એટલે કે આવતીકાલ થી નવું ઓનલાઈન લગ્ન નોંધણી પોર્ટલ કાર્યરત થશે.જેના માધ્યમથી હવે ઘરે બેઠા જ સંપૂર્ણપણે ઓનલાઈન અને ઝડપી પદ્ધતિથી લગ્ન નોંધણી કરાવી શકાશે.