રાજ્યભરની પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે. ગોધરા શહેરના જહુરપુરા હેડ પોસ્ટ ઓફિસ ખાતે તાત્કાલિક સઘન તપાસ હાથ ધરાઈ હતી. DySP બ્રિન્દા જાડેજા સહિત પોલીસ સ્ટાફ સ્થળ પર પહોંચી સુરક્ષા કડક બનાવવામાં આવી અને ગ્રાહકો-સ્ટાફને બહાર કાઢવામાં આવ્યા. બોમ્બ સ્ક્વોડ દ્વારા સમગ્ર પરિસરની તપાસ દરમિયાન કોઈ વિસ્ફોટક સામગ્રી મળી આવી નથી. સાઇબર ક્રાઇમ સેલ ધમકીભર્યા ઈ-મેઈલના સોર્સની તપાસ કરી રહ્યું છે.