માંડવી: માંડવી શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં વિદાય સમારંભ યોજાયો
Mandvi, Kutch | Mar 18, 2026 માંડવી સ્થિત શેઠ એસ.વી. આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં અંતિમ વર્ષના વિદ્યાર્થીઓ માટે ફેકલ્ટીવાર વિદાય સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતી, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, અંગ્રેજી તેમજ કોમર્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓએ પોતાના ત્રણ વર્ષના કોલેજ જીવનની યાદો, અનુભવો અને લાગણીઓ વ્યક્ત કરતા સમગ્ર માહોલ ભાવુક બની ગયો હતો. માહિતી સાંજે 5:00 કલાકે પ્રાપ્ત થયેલ છે.