કાલોલ: ગોધરા-હાલોલ હાઈવે પર અલીન્દ્રા ચોકડી પાસે ઉભેલી બંધ બસ: તંત્રની ઘોર નિષ્ક્રિયતા, કોઈ મોટી હોનારતની રાહ જોવાઈ રહી છે?
ગોધરા-હાલોલ હાઈવે પર આવેલી અલીન્દ્રા ચોકડી પાસે છેલ્લા ચાર દિવસથી એક ખાનગી કંપનીની લક્ઝરી બસ બંધ હાલતમાં અધવચ્ચે પડી રહી હોવા છતાં, સંબંધિત વહીવટી તંત્ર કે ટોલ કંપની દ્વારા તેને હટાવવાની કોઈ તસદી લેવામાં આવી નથી. અત્યંત વ્યસ્ત એવા આ હાઈવે પર સર્જાયેલી આ સ્થિતિને પગલે વાહનચાલકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું હોય તેવા સવાલો ઉઠી રહ્યા છે.આ ચોકડી અને બમ્પ પાસે અગાઉ પણ અનેક નાના-મોટા અકસ્માતો સર્જાઈ ચૂક્યા છ