અમદાવાદ શહેર: નકલી ટીટીઈ બની દેશના અલગ અલગ રાજ્યોના રેલવે સ્ટેશન મુસાફરો સાથે છેતરપિંડી કરતા યુવકની RPF કરી ધરપકડ
અમદાવાદ રેલવે ડિવિઝન આરપીએફ દ્વારા એક નકલી ટીટીઈની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની બાબત છે કે આરોપી શિવ શંકર જયસ્વાલ માત્ર અમદાવાદ જ નહીં પરંતુ દેશભરના અલગ અલગ રાજ્યોના રેલવે સ્ટેશનનો પર જઈને લોકો સાથે છેતરપિંડી આચરતો હતો. આરોપી નકલી ટીટીઈ બનીને લોકો પાસે ટિકિટ માંગતો અને ટિકિટના હોય તો ક્યુ આર કોડ દ્વારા પૈસા પડાવી છેતરપિંડી કરતો હોવાનું સામે આવ્યું છે.