કડી: કડી તાલુકાના મહારાજપુરા ગામે રહેતી મહિલાએ પૂર્વે પ્રેમી હેરાન કરતો હોઈ બાવલું પોલીસ મથકે ફરીયાદ નોંધાવી
Kadi, Mahesana | Oct 26, 2025 કડી તાલુકાના મહારાજપુરા ગામે રહેતી એક મહિલાએ બાવલું પોલીસ મથકમાં મહારાજપુરા ગામના પટેલ સંજયભાઈ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદમાં જણાવ્યા મુજબ મહિલા સાથે આ સંજયભાઈ ને દસ વર્ષ પૂર્વે પ્રેમ સંબંધ હતો.જેની જાણ તેના પતિને થતા પ્રેમ સંબંધ ના રાખવા માટે મહિલાને જણાવતા મહિલાએ આ સંજય પટેલને પ્રેમ સંબંધ રાખવાની ના પાડેલ હતી.તેમ છતાં અવારનવાર મહિલાને સંજય રસ્તામાં ખરાબ નજરથી જોતો હોય અને મહિલા પર નજર રાખવા ઘર આગળ ઝાડીઓમાં કેમેરો અને મેમરીકાર્ડ ભરાવેલ.