સ્મશાનગૃહને 88.30 લાખના ખર્ચે આધુનિક અને સુવિધાયુક્ત બનાવવામાં આવશે. જેમાં મુલાકાતીઓ માટે બેઠક વ્યવસ્થા અને મુખ્ય શેડનું સંપૂર્ણ રીનોવેશન કરાશે.સ્ટોરરૂમનું રીનોવેશન અને કોટા સ્ટોનનું ફિટિંગ તેમજ ફ્લોરિંગ કામ, ટોયલેટ બ્લોક અને બાથરૂમનું નવું બાંધકામ તથા રીનોવેશન, સ્ટેચ્યુ રીનોવેશન, એન્ટ્રન્સ ગેટનું નવીનીકરણ અને ચબૂતરાનું પેન્ટિંગ કરાશે.રાત્રિ દરમિયાન પૂરતા પ્રકાશ માટે 12 મીટરનો હાઈમાર્કસ પોલ અને નવી આધુનિક સગડી મુકવાની કામગીરી કરાશે.