મહેસાણા APMCના ગોડાઉનમાં આગ
મહેસાણા APMCના ફ્રૂટ માર્કેટ સ્થિત ગોડાઉનમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એક સાથે 6 પેઢીના શેડમાં ફેલાઈ ગઈ હતી. શેડમાં ઉભેલી બે ટ્રક, ત્રણ દુકાનો તેમજ કેરી ભરેલી એક ગાડી પણ આગની ઝપેટમાં આવી હતી. પ્રાથમિક માહિતી મુજબ ટ્રકમાં બેટરી ફાટતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં મનપાની ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં લાગી ગઈ હતી.
#mahesana #apmc #crimekingnews