મોરવા હડફ પોલીસની નિત્યક્રમ મુજબ તા.26 ફેબ્રુઆરી ગુરુવારના રોજ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે તેમણે બાતમી મળી હતી કે બામણા ફળિયા ખાતે રહેતી ભારતીબેન બારિયા તેમનાં ઘરે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે જે બાતમીના આધારે પોલીસે રેડ કરતા વિદેશી દારૂના કવાટરિયા નંગ 28 ને જેની કિંમત 3640 રૂ.નો મુદામાલ ઝડપી પાડ્યો હતો જોકે રેડ દરમ્યાન ભારતીબેન ઘરે હાજર ન મળી આવતા પોલીસે તેની સામે પ્રોહીબિશનનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે