કાલોલ: વેજલપુરમાં અધૂરા રોડ અને ગંદી ગટરોને કારણે કે.કે હાઈસ્કૂલ શાળા પાસે ભરાયા વરસાદી પાણી વિધાર્થીઓ પરેશાન
વેજલપુર ગ્રામ પંચાયતની પોલ ચોમાસાના પ્રથમ વરસાદે જ ખોલી નાખી છે. લાખો રૂપિયાના ખર્ચે થતા વિકાસકામો માત્ર કાગળ પર જ ચમકતા હોય તેવો ઘાટ વેજલપુરમાં જોવા મળી રહ્યો છે. ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલી શાળા પાસે ઘૂંટણ સમા ગંદા પાણી ભરાઈ જતાં નાના-નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓને નરકાગાર જેવી સ્થિતિમાંથી પસાર થઈને શાળાએ જવાની ફરજ પડી રહી છે