નારણપુરા જૈન મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલવામાં એલસીબી ઝોન-૧ને મોટી સફળતા મળી છે. પોલીસે બળદેવ, રવિ અને અરુણ નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી પદ્માવતી માતાજીના ચાંદીના મુગટ અને છત્તર સહિત કુલ રૂ. ૧.૭૬ લાખનો મુદ્દામાલ અને ગુનામાં વપરાયેલી ઓટોરિક્ષા જપ્ત કરી છે. પકડાયેલા આરોપી રવિ ઉર્ફે લલો અગાઉ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.