દસ્ક્રોઈ: જુહાપુરા વિશાલા સર્કલ પાસે બ્રિજના કામ માટે બાંધવામાં આવેલા પતરા રાહદારીના ખભા પર પડતા ફેક્ચર થયું
જુહાપુરા વિશાલા સર્કલ પાસે બ્રિજના કામ માટે બાંધવામાં આવેલા પતરા રાહદારીના ખભા પર પડતા ફેક્ચર થયું હોવાનું સામે આવ્યું છે. તંત્રની બેદરકારીના કારણે અહીંથી પસાર થતા લોકોની જિંદગી જોખમમાં મુકાઈ રહી છે. સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને જવાબદાર તંત્ર સામે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે