મુન્દ્રા: મુન્દ્રા-નવીનાળ રેલવે ટ્રેક પર ગૌવંશનો ગમખ્વાર અકસ્માત: 17થી વધુ ગૌવંશના મોત, ઈજાગ્રસ્તોની સારવાર શરૂ
Mundra, Kutch | Oct 21, 2026 મુન્દ્રા અને નવીનાળ વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ગૌવંશનો ગંભીર અકસ્માત સર્જાતા અંદાજે 17થી વધુ ગૌવંશનાં કરુણ મોત નીપજ્યાં છે. ટ્રેનની અડફેટે આવીને ઘાયલ થયેલા અન્ય ગૌવંશને તાત્કાલિક સારવાર માટે મુન્દ્રા સ્થિત સુવિધા પશુ રક્ષા કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે.